યુવતીની છેડતી થતા અભયમ તાપી ટીમ મદદે

181

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા વિસ્તારમાંથી એક દિકરીએ 181 મહીલા હેલ્પલાઈનમાં કોલ કરીને જણાવેલ કે તેમનાં ગામના જ ફળિયાનો એક ભાઈ વ્યસન કરીને ઘરે આવી દીકરીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તાપી અભયમ રેસક્યુ ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી દીકરીનું કાઉન્સિલિંગ કરતાં દીકરીએ જણાવેલ દિકરીની માતા અગિયાર વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. અને તેમના પિતા બીજા ગામમાં રહે છે. દીકરી તેમની દાદી સાથે રહી હોસ્ટેલમાં રહી કોલેજ કરે છે. પરંતુ દીકરીની દાદી બીમાર હોવાથી દીકરી હોસ્ટેલમાંથી બે દિવસની રજા લઈ ને ઘરે આવી હતી. ત્યારે દીકરી તૂવેર છોલીને કચરો નાખવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યાંથી ઘરમાં આવતાં તેમનાં જ ફળિયાનો એક ભાઈ વ્યસન કરીને ઘરમાં આવી દાદી સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ દીકરી ની દાદી રસોડામાં કામ કરતા હતા. ત્યારે ફળીયાના ભાઈ આવેલ તેમણે છેડતી કરવાનો પ્રયાસ કરેલ પરંતુ દીકરી એ દાદીને બુમ મારતા ફળિયાનો ભાઈ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. જેથી દીકરી ગભરાઈ ગયેલ અને દીકરીએ આ ઘટનાની જાણ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી આગળ ની મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા સ્થળ પર પહોંચી આ રીતે મહિલાની છેડતી કરવી તે ગુનો બને તેનું ભાન કરાવ્યું હતું તેના પરિવાર ને પણ જાણ કરેલ તેઓએ જણાવેલ કે હવે પછી ફરી ભુલ નહીં કરે તેની ખાત્રી આપી હતી. ફળિયાના ભાઈએ પણ પોતાની ભુલ કબૂલી હતી અને માફ કરવાં વિનતી કરી હતી. જેથી દિકરીએ આગળની કોઈ કાર્યવાહી કરવી ન હોવાથી સુધરવાની એક તક આપવા માંગતા હોય જેથી માફ કરવામાં આવ્યાં હતા.
અભયમ ટીમ દ્રારા ફળિયાના ભાઈ અને પરિવારની બાંહેધરી મેળવી હવે પછી આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા તાકીદ કરવામા આવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *