આગામી યોજાનાર બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સહાય માટે ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 નંબર શરૂ કરાયો

Contact News Publisher

૨૪ કલાક નિઃશુલ્ક માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સુરક્ષા સહાય ઉપલબ્ધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :24. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહની પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૬/૦૩/૨૦૨૬ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. બોર્ડ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ અને તણાવ વધતો હોય છે. આવા સમયમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે તે હેતુસર ૨૪ કલાક ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 દ્વારા નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરીક્ષાના ડર, માનસિક ગભરાટ અથવા અન્ય કોઈ સમસ્યા અનુભવનાર વિદ્યાર્થીઓ હેલ્પ લાઈન 1098 પર સંપર્ક કરી શકે છે. નિષ્ણાત કાઉન્સેલર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન તણાવ, આકસ્મિક ચિંતા કે આત્મવિશ્વાસની કમી અનુભવે તો તેઓ નિર્ભયપણે હેલ્પ લાઈનનો સંપર્ક કરી શકે છે

વધુમાં, જો કોઈ બાળકને પરીક્ષા આપવા જતા સમયે કોઈ અડચણ કે જોખમનો સામનો કરવો પડે તો ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસ તથા સંબંધિત વિભાગોના સહયોગથી જરૂરી કાર્યવાહી કરશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે પરીક્ષા જીવનનો એક ભાગ છે, આખું જીવન નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા કે સંકટની સ્થિતિમાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 પર સંપર્ક કરી સહાય મેળવવી.બાળકોના રક્ષણ અને હિત માટે ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 હંમેશા સજ્જ છે.એમ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી ચાઇલ્ડ હેલ્પ લાઇનની અખબારી યાદીમાં જણાવાયુ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *