ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરતી કુકરમુંડા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગઇ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ મોરંબા ગામે ફરીયાદીશ્રીના રહેણાક મકાનમાં ખાતે રહેતા ફરીયાદીશ્રી સુનિલભાઈ રવિદાસભાઈ વસાવા ઉ.વ.૩૩ રહે.મોરંબા,તા.કુકરમુંડા જી.તાપીના મકાનની બારીની ઈંટ હટાવી ઘરની અંદર રાખેલ  (१) EPSON PRINTER L8050 EPIL BATCH XB55111214 નુ પ્રિંટર ૨૭/૧૧/૨૦૨૪ મા ખરીદેલ જેની કિમંત રૂ.૨૨૫૦૦/- તથા (૨) ચાંદીના સાકળાની જોડ ૧૦૦ ગ્રામના જેની કિંમત રૂ.૮૦૦૦/- તથા (૩) ચાંદિનુ હાથમા પહેરવાનુ કડુ નંગ-૦૧ ૩૦ ગ્રામ જેની કિંમત રૂ.૨૪૦૦/- તથા (૪) ચાંદિની વિટી નંગ-૦૨ ૦૮ ગ્રામ જેની કિંમત રૂ.૬૪૦/- જેની કુલ કિંમત રૂપિયા ૩૩૫૪૦/- ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જઈ ગયેલ હોઈ જે બનવ સબંધે ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે કુકરમુંડા પોલીસ સ્ટેશનમા ગુનો તા.તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ નોંધાયેલ છે.

જે ગુનાની તપાસ કરી કરાવતા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અ.પો.કો. આકાશભાઈ સોમાભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોરંબા ગામે રહેતો સાવનભાઈ નેથુભાઈ વળવીએ ફરીયાદીશ્રીના રહેણાંક ઘરમાંથી ચોરી કરેલ છે તેવી બાતમી હકીકત આધારે સાવનભાઈ નેથુભાઇ વળવી રહે.મોરંબા ગામ તા.કુકરમુંડા જી.તાપી ની ગુનાના કામે પુછ-પરછ કરી ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પોતાના ખેતરે સંતાડેલ છે તેવી હકીકત જણાવેલ જે આધારે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે આરોપીને સાથે રાખી તપાસ કરતા સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ (૧) EPSON PRINTER L8050 EPIL BATCH XB55111214 નુ પ્રિન્ટર જેની કિમંત રૂ.૨૨૫૦૦/- તથા (૨) ચાંદીના સાકળાની જોડ ૧૦૦ ગ્રામ જેની કિંમત રૂ.૮૦૦૦/- તથા (૩) ચાંદિનુ હાથમા પહેરવાનુ કડુ નંગ-૦૧ ૩૦ ગ્રામનું જેની કિંમત રૂ.૨૪૦૦/- તથા (૪) ચાંદિની વિટી નંગ-૦૨ ૦૮ ગ્રામની જેની કિંમત રૂ.૬૪૦/- મળી કુલ કિંમત રૂપિયા ૩૩,૫૪૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. અને આ ગુના આરોપી સાવનભાઈ નેથુભાઈ વળવી ઉ.વ.૨૮ રહે.મોરંબા ગામ તા.કુકરમુંડા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તા.૨૨/૦૨/૨૦૨૬ ના રોજ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓના નામ :-

(૧) આઈ.ડી. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર, (૨) અ.હેડ.કો. રવિભાઈ હરીયાભાઈ, (૩) અ.પો.કો.જનકભાઇ મનુભાઇ, (૪) અ.પો.કો. આકાશભાઈ સોમાભાઈ, (૫) અ.પો.કો. રસિકભાઇ રામાભાઇ, (૬) આ.પો.કો. આશિષભાઇ દુરસિંગભાઈ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *