રાયોટીંગના ગુનામાં છેલ્લા એક માસ ઉપરથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી કુકરમુંડા પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : કુકરમુંડાનાં રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે ગઇ તા.૦૭/૦૧/૨૦૨૬ ના રોજ કુકરમુંડા ટાઉન વિસ્તારમાં આવેલ ખટીક ફળીયાની ખુલ્લી જગ્યામાં હિન્દુ-મુસ્લીમ સમાજ વચ્ચે કોમ્યુનલ બનાવ બનવા પામેલ જે બનાવ સબંધે ફરીયાદીશ્રી પંકજભાઇ રામદાસભાઈ ચૌધરીની ફરીયાદ આધારે કુકરમુંડા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરાવામાં આવેલ હતો. જે ગુનાની તપાસ આઇ.ડી. દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
જે ગુનાની તપાસના કામે અગાઉ નવેક જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકી રહેતા આરોપીઓ તેમની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હતા અને આજ-રોજ નાસતા ફરતા ઇસમોની ખાનગી રાહે તપાસ કરી કરાવતા આ ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ (૧) (૧) ઈમરાન ઉર્ફે સદ્દામ મુસ્તકિમ ખાટીક ઉ.વ.૩૫ રહે,શિવાજી ચોક, તા.કુકરમુંડા જી.તાપી (૨) સાકિર યાસિન ખાટીક ઉ.વ.૩૮ રહે,ખાટીક ફળીયુ, તા.કુકરમુંડા જી.તાપી (૩) બિલાલ અહેમદ દિલાવર ખાટીક ઉ.વ.૨૮ રહે,શિવાજી ચૌક, તા.કુકરમુંડા જી.તાપી (૪) સાહિલ સાદિક ખાટીક ઉ.વ.૨૭ રહે, ખાટીક ફળીયુ, તા.કુકરમુંડા જી.તાપી (૫) સોએબ દિલાવર ખાટીક ઉ.વ.૨૬ રહે, શિવાજી ચૌક, તા.કુકરમુંડા જી.તાપી (૬) જુનેદ કૌસર ખાટીક ઉ.વ.૨૬ રહે,શિવાજી ચૌક, તા.કુકરમુંડા જી.તાપી (૭) અનિસ વાહિદ ખાટીક ઉ.વ.૨૧ રહે,ખાટીક ફળીયુ, તા.કુકરમુંડાને તા-૨૧/૦૨/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓના નામ :-
(૧) આઈ.ડી.દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર, (૨) અ.હેડ.કો.રવિભાઇ હરીયાભાઇ, (૩) અ.પો.કો.જનકભાઈ મનુભાઇ, (૪) આ.પો.કો.કમલેશભાઈ કિશનભાઈ, (૫) અ.પો.કો.રસિકભાઈ રામાભાઇ, (૬) આ.પો.કો.પ્રશાંતભાઇ કિશોરભાઈ, (૭) આ.પો.કો.આશિષભાઇ દુરસિંગભાઇ, (૮) અ.પો.કો.આકાશભાઇ સોમાભાઇ, (૯) આ.પો.કો.સંતોષભાઇ ગિરધરભાઇ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
