ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની અનોખી રીતે ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2026 નિમિત્તે ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળા ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી ફક્ત જ્ઞાન સાથે ગમ્મત સુધી સીમિત ન હતી પરંતુ પોતાની માતા પ્રત્યેની લાગણીઓને શાળાનાં બાળકોએ મોટેરાઓની જેમ ભાષણ કે વકતવ્યથી નહીં પણ પોતાની માતા પાસે શીખેલ તળપદી બોલી તેમજ ભાષામાં લોકગીત, લગ્ન ગીત, ટૂંકા નાટકો અને ટુચકાઓરૂપે વહેતી મૂકી હતી. આ ઉજવણી પ્રસંગે શાળાનાં મુખ્યશિક્ષક સ્ટાફગણ અને અદાણી ફાઉન્ડેશનનાં ઉત્થાન સહાયકની સહભાગીતા તો ખરીજ, પરંતુ મધ્યાહન ભોજનનાં વ્યવસ્થાપક બહેને પણ માતા તરીકે બાળકોને મહેનત તેમજ પ્રેમનો સમન્વય જીવનમાં કેટલો જરૂરી છે તેમ સંદેશ આપ્યો. આજનું શાળાનું વાતાવરણ લાગણીસભર બની રહ્યું. જીવનનું શિક્ષણ તો દરેક વ્યક્તિ પોતાનાં વ્યક્તિગત અનુભવોથી લેતું જ હોય છે પણ તેને સ્પષ્ટ‌, સરળ તેમજ સમજી શકાય તેવી વાચા તો માતૃભાષા જ આપે છે. શાળા દ્વારા ઉજવણી કરવામાં આવેલા આ દિવસને શાળા પરિવારે સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે બાળકોનાં શિક્ષણનો વ્યાપ સાક્ષરતા કે જાણકારી સુધી સીમિત ન રાખી જીવનનાં ઘડતર માટે માતૃભાષા એ માતાની સંસ્કૃતિ, મૌખિક અને અમૌખિક સાહિત્ય અને વિશ્વ શાંતિ ફેલાવવા માટે શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ જરૂરી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *