કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે ૨૬-૨૭ ફેબ્રુઆરીએ મોકડ્રીલ યોજાશે

Contact News Publisher

NDMA દ્વારા ઓનલાઇન કોન્ફરન્સ યોજી તૈયારીઓની સમીક્ષા કરાઈ

— 

મોકડ્રીલ પૂર્વે તાપી નિવાસી અધિક કલેક્ટરે વિભાગો વચ્ચે સંકલન માટે આપ્યા રચનાત્મક સૂચનો

તાપી-સુરત વહીવટી તંત્ર સહિત કાકરાપાર સાઈટ ઓફિસિયલ્સ જોડાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.16. :- ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના માર્ગદર્શન હેઠળ, કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘ઓફસાઇટ પ્રિપેડનેસ’ અંગે સંયુક્ત મોકડ્રીલ યોજાશે. જેને અનુલક્ષીને મોકડ્રીલના પૂર્વ આયોજનના ભાગરૂપે સોમવારે NDMA દ્વારા સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર તેમજ કાકરાપાર સાઈટના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.

નોંધનીય છે કે, મોકડ્રીલના સફળ અમલીકરણ માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત ‘ઓરિએન્ટેશન એન્ડ કોઓર્ડિનેશન કોન્ફરન્સ’ બાદ તાપી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડે બેઠકમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ત્વરિત પ્રતિસાદ તેમજ મોકડ્રીલના સુચારુ આયોજન અંગે વિવિધ વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.

આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિ ઉભી થાય, ત્યારે વહીવટી તંત્રની સજ્જતા ચકાસવાનો અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન સાધવાનો છે.

તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી આ કોન્ફરન્સમાં પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી. નરવાડે, ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર તથા વ્યારા મામલતદારશ્રી મનીષ ભોય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ડીપીઓશ્રી કરણભાઈ ગામીત, વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *