૩૫ ખેડૂતોએ સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્રની મુલાકાત લઇ જાણકારી મેળવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર પર આજ રોજ તારીખ:૧૨-0૨-૨૦૨૬ ગરવી ચેરીટેબલ ટ્રસ્ટ , ઓફિસ: ઝરાલી, તા. સોનગઢ, જી. તાપીના ૩૫ જેટલા માછીમારો અને મત્સ્ય ખેડૂતો દ્વારા મુલાકાત લેવા માં આવેલ હતી. સદર મુલાકાત દરમ્યાન શ્રી સાગર ઢીંમર (જી. આર. એફ.) દ્વારા માછલીમાં થતા રોગોની ઓળખ, તેના લક્ષણો, અસરગ્રસ્ત માછલીની પ્રજાતિ, સારવાર, આરોગ્ય વ્યવસ્થાપન અંગેનું જરૂરી વિષય ઉપર પરિસંવાદ કરવામાં આવ્યો હતો અને કુ. દિવ્યા ચાવડા (તાલીમ સહાયક) દ્વારા માછલીમાંથી બનતી વાનગીઓ અને એનો વ્યવસાયિક મહત્વ બાબતે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ સેન્ટરના હેડ ડૉ. સ્મિત આર. લેન્ડેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *