વ્યારાની કે. બી. પટેલ ઇંગલિશ મીડીયમ સ્કુલનું ગૌરવ…
રાજવી અનુપકુમાર ભટ્ટ
Contact News Publisher
ધોરણ ૧૦મા રાજવી અનુપકુમાર ભટ્ટ ૮૬.૬૬ % ટકા સાથે શાળામાં પ્રથમ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨. હાલ જ જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામોમાં તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવેલી કે. બી. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના ધોરણ ૧૦ માં ભણતી ભટ્ટ રાજવી અનુપકુમાર ૮૬.૬૬ ટકા ૯૯.૧૨ પર્સનટાઇલ સાથે શાળામાં પ્રથમ ક્રમે આવી છે ત્યારે કે. બી. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના શિક્ષકો તેમજ સ્ટાફ દ્વારા રાજવીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે રાજવીના આગળના અભ્યાસમાટે શુભકામનાઓ આપી હતી. રાજવી ધોરણ ૧૦ માં પ્રથમ ક્રમે તો આવી છે પરંતુ સાથે સાથે ભરતનાટ્યમ તેમજ સંગીતમાં પણ આગળ વધી રહી છે.
