વરીયાવની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક 313 માં ડીજીટલ સ્કીન સાથેનો અનોખો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સૂર્યપુત્રી તાપી કિનારે વસેલું પૌરાણિક ‘વારિતાપ્ય’ જે વરિયાવથી ઓળખાય છે તે એક સમયનું વેપારી બંદર અને પારસીઓનું નિવાસસ્થાન હતું. જ્યાં સને ૧૮૭૬ માં એક પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવી. વરિયાવની આ સરકારી પ્રાથમિક શાળા આજે કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ થી ઓળખાય છે. ગૌરવવંતા ઇતિહાસની યશગાથાને જાણવા, ભવ્ય ભૂતકાળને વાગોળવા શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો દ્રારા તેની સ્થાપનાનાં ૧૫૦ વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને પહેલને સ્વીકારી શાળાનાં આચાર્ય અલ્પેશ પટેલે શાળાનાં સાર્ધ શતાબ્દી મહોત્સવનું આગોતરુ આયોજન હાથ ધરી

શાળાનાં શિક્ષક મનિષાબેન પટેલને ઉદઘોષક, ચેતનાબેન પટેલને કોરિયોગ્રાફી, સુમનબેન પ્રજાપતિને શાળા સુશોભન, દીપ્તિબેન પટેલને કોશ્યૂમ સિલેક્શન, હેતલબેન પટેલને મેકઅપ સેટઅપ,જૈમિનબેન પટેલને એડિટિંગ પ્રેક્ટિસ, હેતલબેન પટેલને પ્રોપ્સ મેકિંગ, હરીગંગાબેનને સામગ્રી સજાવટ, સંગીતાબેન પટેલને મોબાઈલ મેકિંગ તથા સંગીતાબેન પટેલને વિવિધ જવાબદારીઓ સોંપી હતી.

સાર્ધ શતાબ્દી ઉજવણીનાં કાર્યક્રમ પ્રસંગે નિવૃત્ત મામલતદાર હરિભાઈ પટેલ, દાતા પરમાનંદભાઈ પટેલ, નેહાબેન ઠાકોરભાઈ જીવણભાઇ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, શશિકાંતભાઈ ચૌહાણ પ્રદીપભાઇ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, મંજુલાબેન પટેલ , જયંતિભાઈ પટેલ, સમાજિક કાર્યકર રોહનભાઈ પટેલ, નિરીક્ષક હસનશા ફકીર, સીઆરસી કો-ઓર્ડિનેટર અમિતભાઈ ટેલર, એડવોકેટ અને પત્રકાર બાદલ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અન્ય શાળાનાં આચાર્ય અને શિક્ષક ભાઈ-બહેનો, આમંત્રિત મહેમાનો ઉપરાંત મોટી સંખ્યામાં વાલીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય અલ્પેશ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું ખાદી રૂમાલ તથા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં બાળકોએ એકથી એક ચડિયાતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ તકે શાળાનાં પ્રતિભાશાળી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. દાતા પરમાનંદભાઈ પટેલ દ્વારા એમનાં માતા સ્વ.ગંગાબેન અને પિતા સ્વ.ગુલાબભાઈનાં સ્મરણાર્થે સરસ્વતી મંદિર માટે મૂર્તિનું દાન આપવામાં આવ્યું હતું. જ્યારે નેહાબેન દ્વારા સાંસ્કૃતિક ડ્રેસ માટે દાન આપવામાં આવ્યું હતું.

શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શશીકાંત પટેલ દ્વારા વરિયાવ ગામનો ઐતિહાસિક ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. નિરીક્ષક હસનશા ફકીર તથા નિવૃત મામલતદાર હરિભાઈએ પ્રાસંગિક ઉદબોધન કરી શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી. શાળાનાં બાળકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીજનો, ગ્રામજનો તેમજ સગા સ્નેહીઓએ મધૂર સ્મૃતિઓ સાચવતો સમારોહ મન ભરીને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *