કોઈનું મન અને માન સાચવતા શીખી લઈએ તો જીવનમાં ઘણું બધું સચવાય જાય : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

Contact News Publisher

ત્રિદિવસીય ઉજવણી દરમિયાન તા: ૬ અને ૭ના દિવસે HHFMC પબ્લિક સ્કૂલમાં વિશેષ સ્કોલરશીપ વિતરણ, મેડિકલ કેમ્પ, આંખનો કેમ્પ, ભોજન, ફેરવેલ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અંતિમ દિવસે ચિશ્તીયા નગર ખાતે લગ્ન સમારોહ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તીયા નગરમાં એક સાથે બે સુંદર કાર્યક્રમ યોજાયા હતા. એક તરફ હીઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના ૧૦૦મા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. તો બીજી તરફ સર્વ ધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ ચોખરું સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ઇમરાન ભાઈ ઘાંચીએ કરેલ, જ્યારે સિરહાનભાઈ કડીવાલાએ મોટામિયાં માંગરોળની ગાદી તથા પરંપરા વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી, ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તથા કડીવાલા ઘાંચી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી તેમજ સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા મેહમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોખરું સમૂહ લગ્નમાં મદદ કરનાર તમામ દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ, સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરેલ આ પ્રસંગે ડૉ. મતાઉદ્દીન ચિશ્તીએ તેમનાં વક્તવ્યમાં આજના દિવસને

નવદંપતિઓને દુવા આપવાનો અવસર સહિત સન્માન, સાદગી અને સહકારનો પ્રસંગ ગણાવ્યો હતો. તેઓએ પોતાની આગવી શૈલીમાં લગ્ન એ બે વ્યક્તિઓ નું જોડાણ નથી, લગ્ન ને બે પરિવારનું જોડાણ હોવાનું સૂફી શૈલીમાં સમજાવતાં કહ્યું હતું કે, જીવનમાં સુખદ સમય સરસ રીતે પસાર થાય એજ રીતે વિકટ સમયમાં સાથે ઉભા રહીએ ત્યારે જીવન સાચા અર્થમાં સાર્થક થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે “કોઈનું મન અને માન સાચવતા શીખી જઈએ તો જીવનમાં ઘણું બધું સચવાય જાય.” મોટામિયાં માંગરોલની ગાદીના મહાન બુઝુર્ગ હઝરત ફરીદુદ્દીન ચિશ્તીના (રદી.)ના 100 માં જન્મદિવસને બિરદાવી પોતે સમગ્ર જીવન લોકસેવામાં પસાર કર્યાનું જણાવી જન્મ ૬/૨/૧૯૨૬ હોય, આજે ત્રી દિવસીય ઉજવણીના અંતિમ દિવસે રક્તદાન શિબીર, ચોખરું સમૂહ લગ્ન ઉજવણી નિમિતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો, ૬ અને ૭ના દિવસે HHFMC પબ્લિક સ્કૂલમાં વિશેષ સ્કોલરશીપ વિતરણ, મેડિકલ કેમ્પ, આંખનો કેમ્પ, ભોજન, ફેરવેલ જેવા વિવિધ કાર્યક્મો યોજાયા, જયાં ડો. ધારા બેન તેમજ સંદિપ શાહ હાજર રહ્યા હતા. રક્તદાનમાં રેડ ક્રોસ બ્લડ બેન્ક, ભરૂચ ડો. સ્નેહાબેન ભટ્ટ અને તેઓના સ્ટાફનો તેમજ રક્તદાતાઓનો પણ આભાર માન્યો હતો હતો. ભોજન વ્યવસ્થા રફીકભાઇ કડીવાલાએ કરી હતી, અંતમાં ઇમ્તિયાઝ મોદીએ આભાર વિધિ કરી હતી. સલીમ પટેલ સેગવા વાલાએ યાદગાર પ્રસંગે પિતાની દીકરી પ્રત્યેની જીવનમાં વિદાયની ક્ષણો ને ખુબજ ભાવુક રીતે રજૂ કરી હતી. એક જ મંડપ નીચે મુસ્લિમ નિકાહ અને બીજી બાજું હિન્દૂ લગ્ન વિધીનો કાર્યક્રમ ખુબજ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *