તાપી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસના માલિકોને પથિક સોફ્ટવેરના ફરજિયાત ઉપયોગ અંગે જાહેરનામું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.04 :- તાપી જિલ્લામાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળામાં રોકાતા મુસાફરોની વિગતો પોલીસ તુરંત જ મેળવી શકે તે હેતુથી તૈયાર કરાયેલા પથિક સોફટવેરમાં હવે આ સંચાલકોએ મુસાફરો તથા ગ્રાહકોની ફરજિયાત અને નિયમિત નોંધણી અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા મુજબ, જિલ્લાના શહેર-ગ્રામ્ય વિસ્તારના ઉક્ત તમામ માલિકોએ પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવીટી સહિતનું એક કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરીને ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પથિક – પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટેલ ઇન્ફોર્મેશન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તેમા મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ ફરજિયાત પથિકમાં કરવાની રહેશે.

આ જાહેરનામાની અમલવારી તા.03.04.2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *