શિયાળાની ઠંડી મોસમમાં ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતો સ્વાસ્થ્યવર્ધક પોંક
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિયાળાની ઠંડી મોસમમાં જ મળતો પોંક એટલે કે કાચી અને કુમળી જુવાર. જે પાકીને કડક થાય એ પહેલાં જ ઉતારી લીધેલું આ લીલુંછમ ધાન્ય માત્ર જીભને ચટાકો આપવાનું જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય વધારવાનું પણ કામ કરે છે. ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતાં આ પોંકને આપણી લીંબુ-મરીવાળી સેવ ભરેલી ડીશ સુધી પહોંચાડવા ખેડૂત તેને કાપવાની, શેકવાની, ઝાપટવાની, ચાળવાની અને ઉપણવા જેવી વિવિધ પરંપરાગત પ્રક્રિયાઓમાંથી પસાર કરે છે ત્યારે તેમાં બેજોડ સ્વાદ અને સોડમ નિષ્પન્ન થતાં હોય છે. અંકલેશ્વર-રાજપીપળા સ્ટેટ હાઇવે ઉપર સીમોદરા ગામે કેમેરામાં કેદ થયેલ આ પોંક વિક્રેતા ખેડૂત પરિવારની તસવીર ફાસ્ટ ફૂડનાં રસીયાઓને ઘણું બધું કહી જાય છે.
તસ્વીર : વિજય પટેલ (ઓલપાડ)
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
