વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યુ ટ્યુબ સત્ર
યોગ, પ્રાણાયામ અને આયુર્વેદથી કેન્સર સામે જાગૃતિ
તાપી જિલ્લાના યોગપ્રેમીઓ અને નાગરિકો આજે સવારે 7:00 કલાકે જોડાઈ શકશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- આજે, 4 ફેબ્રુઆરી 2026 – વિશ્વ કેન્સર દિવસના અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ કેન્સરજન જાગૃતિ અભિયાન અંતર્ગત યુ ટ્યુબ લાઈવ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આજની આધુનિક જીવનશૈલીમાં છુપાયેલા કેન્સરના જોખમો અંગે નાગરિકોને જાગૃત કરવાનો તેમજ યોગ, પ્રાણાયામ, યોગ્ય પ્રાકૃતિક આહાર અને આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા કેન્સરથી બચાવના માર્ગો બતાવવાનો છે.
યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી દ્વારા રાજ્યના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ લાઈવ સત્રમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સફળતાપૂર્વક જોડાનાર તમામ સહભાગીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. લાઈવ સત્રમાં https://cancer-awareness-camp.vercel.app લિંક મારફતે તા. 4 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે સવારે 7:00 થી 8:30 કલાક દરમિયાન જોડાવા જિલ્લા યોગ કોર્ડિનેટરશ્રી જ્યોતિ મહાલે દ્વારા નાગરિકોને અખબારી યાદી મારફતે અનુરોધ કરાયો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
