તાપી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુનાના કામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો જથ્થો નાશ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમો ચાલી રહેલ છે. માહે-૦૭/૨૦૨૫ થી માહે-૧૨/૨૦૨૫ માં તાપી જીલ્લાના કુલ-૦૯ પોલીસ સ્ટેશનના કુલ-૨૯૬ ગુનાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) બાટલી નંગ ૧,૧૬,૧૯૫ કિંમત રૂપિયા ૩,૪૯,૫૮,૬૯૩/- નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો.
જે પ્રોહીબિશન મુદ્દામાલની બાટલીઓનું નામદાર કોર્ટ, તાપીના જુદા-જુદા હુકમો મેળવી નાશ કરવા હુકમ થતા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા બાબતે સમિતિના સભ્યો શ્રી ઓમકાર આર. શીંદે (IAS), સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, નિઝર, શ્રી એસ.જે.ગાયકવાડ (GAS), સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, વ્યારા જિ.તાપી, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર વિભાગ, નિઝર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા તથા નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી, તાપી-વ્યારાના પ્રતિનિધિ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર, ઉકાઇ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા નાઓની હાજરીમા મોજે વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે ને.હા. નંબર-૫૩ ની બાજુમાં આવેલ બાજીપુરા ગામ તરફ જતા એપ્રોચ રોડ ઉપર કે જયા હાલમાં ડમ્પીંગ સાઇટવાળી જગ્યામાં તાપી જીલ્લાના કુલ-૦૯ પોલીસ સ્ટેશનના કુલ-૨૯૬ ગુનાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) બાટલી નંગ ૧,૧૬,૧૯૫ જેની કિંમત રૂપિયા ૩,૪૯,૫૮,૬૯૩/- ની મત્તાનો પ્રોહી. મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવેલ અને મુદ્દામાલ નાશ કરેલ જગ્યા પર JCB દ્વારા સાફ સફાઇ કરવામાં આવેલ છે અને આ કામગીરી દરમ્યાન મેડિકલ ટીમ અને ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
