એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી, એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, ” ઉચ્છલ તરફથી એક સફેદ કલરની ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-10-W-7227 નીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે ” જે બાતમી આધારે ઉચ્છલ થી સોનગઢ તરફ જવાના રોડ ને.હા.નં.૫૩ ઉપર પાંખરી ગામની સીમમાં એલ.સી.બી. ઓફિસની સામે ઉચ્છલ ખાતે નાકાબંધી કરી બાતમી વાળો ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ આવતા તેને રોકી ચેક કરતા એમ્બ્યુલન્સના પાછળના ભાગે પ્રથમ સ્ટ્રેચર અને તેના પછી ડ્રાઇવરની કેબીનના પાછળના ભાગે એક લોખંડની પટ્ટીના સપોર્ટથી લાકડાનુ બોક્ષ બનાવેલ હોય અને તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી- રામચંન્દ્ર આત્મારામ માલી ઉ.વ.૨૭ રહે.ધોલી વાડી કા વાસ, સોજત તા.સોજત જી.પાલી રાજસ્થાન નાનો પોતાના કબજાની સફેદ કલરની ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ નં. GJ-10-W-7227 કિં.રૂ! ૫,૦૦,૦૦0/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂના કુલ બોક્ષ-૬૭ માં સીલબંધ કુલ બોટલો/ટીન નંગ-૨૭૩૬ જેની કુલ કિં.રૂ. ૬,૩૨,૪૯૬/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૧ આશરે કિં.રૂ! ૫,૦૦૦/-, મળી કુલ્લે રૂ! ૧૧,૩૭,૪૯૬/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) રામચંન્દ્ર આત્મારામ માલી ઉ.વ.૨૭ રહે.ધોલી વાડી કા વાસ, સોજત તા. સોજત જી.પાલી રાજસ્થાન
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇંગ્લીશ દારૂના કુલ બોક્ષ-૬૭ માં બોટલો/ટીન નંગ-૨૭૩૬ જેની કુલ કિં.રૂ. ૬,૩૨,૪૯૬/-
(૨) મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ! ૫,૦૦૦/-
(૩) ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ નં. GJ-10-W-7227 કિં.રૂા ૫,૦૦,૦૦૦/- કુલ્લે રૂ! ૧૧,૩૭,૪૯૬/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તેમજ એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇ વસાવાએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
