ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા સ્વેટર વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં શિયાળાની ઋતુને ધ્યાને રાખીને તમામ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવાનો સેવાભાવી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં દાતા નીરવભાઈ જોશી અને સ્વસ્તિક જોશી દ્વારા ઉદાર ભાવથી શાળાનાં દરેક બાળકને સ્વેટર આપવામાં આવ્યું હતું. આ તકે દરેક બાળકનાં ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાનાં આચાર્ય, શિક્ષકગણ તથા ગ્રામજનોએ દાતાઓનાં સેવાકાર્યને બિરદાવી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
