કીમની ધન્વંતરી કોલેજમાં ડોક્ટર ઇન ફાર્મસીનો અભ્યાસ કરતી અસનાડ ગામની દીકરી નિરજા દેસાઈએ ઝળહળતી ઉપલબ્ધિ હાંસલ કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણ ગુજરાત નેશનલ કેડેટ કોર્પસ અંતર્ગત મેજર ઉન્મેષ પંડયા ટ્રેનિંગ (UTA) એકેડેમી કે જ્યાં આર્મી લેવલની તાલીમ આપવામાં આવે છે, જેમાં ધન્વંતરી કોલેજ, કીમ ખાતે ડોક્ટર ઇન ફાર્મસીમાં અભ્યાસ કરતી ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામની અનાવિલ બ્રાહ્મણ સમાજની દીકરી નિરજા આશિષ દેસાઈને હાલમાં છ વર્ષ પૂર્ણ કરવા બદલ T.I. (ટ્રેનીંગ ઇન્સ્ટ્રક્ટર) તરીકે સન્માનિત કરવાના આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ જુનિયર ઓફીસર તરીકે ફરજ નિભાવ્યા બાદ તેણીએ આ વર્ષે છ વર્ષ પૂર્ણ કરતાં વધુ એક પદવી અસનાડ ગામની આ દીકરીને એનાયત કરવામાં આવી છે. હવે તેણી વિવિધ શાળાઓમાં કેડેટ્સને તાલીમ આપશે.
સદર ઈવેન્ટ તાજેતરમાં સુમુલ ડેરી રોડ, સુરત ખાતે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતનાં 300 જેટલાં NCC કેડેટ હાજર રહ્યાં હતાં, જેમાં નિરજા દેસાઈને માનભેર બેઝ તથા નેમ પ્લેટ તેમજ સર્ટિફિકેટ સાથે સન્માનિત કરવામાં આવી હતી. મૂળ ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામની અનાવિલ બ્રામણ સમાજની દિકરી નિરજા દેસાઈની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મળેલ તેણીની આ ઉપલબ્ધિ માટે ધન્વંતરી કોલેજ પરિવાર, અસનાડ ગામ સહિત તાલુકા અને જિલ્લાનો અનાવિલ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
