જુના-નવા વાહનો ખરીદનાર-વેચનારને રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30 :- તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને જિલ્લામાં કોઇપણ નવા, જુના વાહનોની થતી લે-વેચ કરતાં તેમજ આવા વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલર, બ્રોકર, એજન્ટ, દલાલ, મિકેનીક, પેઇન્ટર વગેરેનાઓએ હાલ સુધીમાં નવા, જુના વાહનોની કરેલ લે-વેચની હકીકત તેમજ હવે પછી લે-વેચ સંદર્ભે વિગતો તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારશ્રીને ત્વરિત આપવાની રહેશે.
જાહેરનામા મુજબ વાહન ખરીદનાર અને વેચનારનું નામ, સરનામું, સંપર્ક નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, વાહનનો નંબર, રંગ, વાહનની રકમ, વેચાણ તારીખ, વાહનનો વીમો ઉતારેલ હોય તો વીમા કંપનીનું નામ, પોલીસી નંબર, પોલીસીની રકમ, વાહન ચલાવનારનું નામ, ડ્રાઈવીંગ લાયસન્સ નંબર, સરનામુ અને મોબાઈલ નંબરનો સમાવેશ કરવાનો રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા. 27 માર્ચ, 2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
