77માં ગણતંત્ર દિવસે કપુરામાં શ્રી પ્ર.અને ભા. વિદ્યાલયની સ્વર્ણિમ જયંતિ વર્ષની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 77માં ગણતંત્ર દિવસની તાપીના કપુરામાં શ્રી પ્ર.અને ભા. વિદ્યાલય ખાતે 50વર્ષે પૂર્ણ થતાં સુવર્ણ જયંતિની ભવ્ય ઊજવણી થઈ.
વિદ્યાલયના સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવણી અને 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ અવસરે શ્રી પ્ર.અને ભા.વિદ્યાલય સંચાલક મંડળ તરફથી ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉજવણીમાં સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રી ઓએ ખાસ હાજરી આપી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી ડૉ.શ્રી મનીષ ભક્ત દ્વારા ધ્વજ વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શ્રીમતિ રીટાબેન ભક્ત મુખ્ય વક્તા તરીકે ખુબજ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. સુંદર સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળાના દાતાશ્રીઓ, ગામના વરિષ્ઠ આગેવાનો, ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ, સક્રિય યુવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ધો.10 અને 12 બોર્ડમાં ગતવર્ષોમાં પ્રથમ, દ્વિતીય ક્રમે ઉતીર્ણ થઈ શાળાને ગૌરવ અપાવનારા તેજસ્વી તારલાંઓને પારિતોષિક આપી સન્માનવાનો કાર્યક્રમ અદ્દભુત અને અકલ્પનીય રહ્યો હતો.
વિદ્યાલયના સ્વર્ણિમ જયંતિના કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય શ્રી જસવંતભાઈ ગામીતની કામગીરી ખુબજ પ્રસંશનીય અને સરાહનીય રહી હતી. સૌ સાથે સુચારૂ સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવી ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓએ શાળા સંચાલક મંડળ અને કર્મચારી સ્ટાફને અભિનંદન પાઠવી યશસ્વી થવાં શુભ કામનાઓ પાઠવી હતી. સ્વર્ણિમ જયંતિના કાર્યક્રમમાં હાજરી આપી ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી ધન્યવાદ આપ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
