સોનગઢના ખરસી ખાતે માર્ગ સલામતી અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે જાગૃતિ કાર્યક્રમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માર્ગ સલામતી માસ – 2026 અંતર્ગત પી.એમ.શ્રી પ્રાથમિક શાળા ખરસી તા. સોનગઢ ખાતે માર્ગ સલામતી અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે જાગૃતિ કાર્યક્રમ તા.29 જાન્યુ.2026 ગુરુવારે ખુબજ પ્રસંશનીય રીતે સંપન્ન થયો હતો.
1જાન્યુ. થી 31જાન્યુ. દરમિયાન માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓએ તાપી જિલ્લા આરટીઓ, ગુજરાત સરકાર ની આરોગ્ય વિભાગની 108 ઇમરજન્સી ટીમ, રાષ્ટ્રીય સેવા યોજના(NSS) સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ અને પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા ખરસી તા.સોનગઢ સાથે સુચારુ સંકલન સાધી માનવતા જાગૃત ટ્રસ્ટ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ જેવી સહયોગી સંસ્થાઓ સાથે “સડક સુરક્ષા જીવન રક્ષા” ના સૂત્રને સાકાર કરવા માટે માર્ગ સલામતી અને અન્ય રાહદારીઓની પણ સલામતીનું ધ્યાન રાખવા માટે ધ્યાન દોરવા માટે 350 જેટલાં વિધાર્થીઓ અને 50 જેટલાં સ્ટાફ તેમજ ગ્રામવાસીઓની હાજરીમાં માર્ગ સલામતી અભિયાન હેઠળ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આરટીઓ શ્રી બી.એસ.પેટેલ સાહેબશ્રી એ ખુબજ સરળ ભાષામાં ટ્રાફિક નિયમોના પાલન, સલામતી સાધનોના ઉપયોગથી માનવ જીવન બચાવવા માટે મળતી મદદ અન્ય લોકોની સલામતીની પણ ખાતરી આપી શકાય છે, એ સમજાવ્યું હતું. 108 ટીમના EMT શ્રી આનંદ ગોસ્વામી તથા પાયલોટ શ્રી યોસેફ ગામીતએ 108 એમ્બ્યુલન્સ ની કામગીરી અને તેના સાધનોની ઉપયોગીતા, ઓળખ અને તેને વપરાશના પ્રકાર વિષે માહિતી તથા CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) ને પ્રેક્ટિકલ કરીને ખુબજ પ્રસંશનીય રીતે રજૂઆત કરી હતી. સોનગઢ કોલેજના NSS ઇન્ચાર્જ સીની.પ્રોફેસર શ્રીમતિ પ્રતિમાબેન ગામીતએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. અને માર્ગ સલામતી એક જવાબદારી છે જે સૌ કોઈ ખુબજ પ્રમાણિક પણે નિભાવવા શપથ પણ લેવડાવ્યા હતાં. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહએ સંસ્થાના આયામો અને તેની કામગીરીઓ તથા પ્રવૃતિઓ વિશે જાણકારી આપી હતી.પ્રાકૃતિક ખેતી,પર્યાવરણ જાગૃતિ, સિંગલયુઝ પ્લાસ્ટિક નિવારણ, મતદાન જાગૃતિ, સ્વચ્છતા અને સામાજિક સમરસતા, સ્વદેશી વિકાસ પર ધ્યાન દોર્યું હતું. પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દ્વારા અગ્નિશામક થી આગ બુઝાવવા માટેની પદ્ધતિ શીખવી હતી.વિધાર્થીઓને એમના જીવનમાં ઉપયોગી માહિતી મળ્યાનો સંતોષ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. આચાર્ય શ્રી નવનીતભાઈ ગામીતે આ કાર્યક્રમ યોજી વિધાર્થીઓ તથા ગામ લોકોને ખુબજ ઉપયોગી માહિતી આપવાબદ્દલ સૌ સંસ્થાઓનો આભાર માન્યો હતો. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી થયેલ સૌ સંસ્થાઓનો આનંદ સાથે ઋણ સ્વીકાર કર્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *