શૈક્ષણિક ઇનોવેશનના 47 મોડલ્સનું આકર્ષક પ્રદર્શનને નિહાળતા તાપી કલેક્ટર

Contact News Publisher

વ્યારાના કપુરા પ્રાથમિક શાળા ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26 નો શુભારંભ કરવતાં ડો. ગર્ગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.28 :- તાપી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને ગુણવત્તા વધારવા તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવાના આશય સાથે વ્યારાના પ્રાથમિક શાળા કપૂરા ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26 ની ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે ડૉ. ગર્ગે જણાવ્યું કે, આજના સમયની માંગ મુજબ શિક્ષણ પદ્ધતિઓમાં સતત નવીનતા લાવવી અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા, ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ તથા સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા પ્રત્યેક શિક્ષકોની જવાબદારી છે.

વધુમાં ઉમેર્યુ કે, નવીન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મોડલ્સથી વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે વિષયો સમજાવી શકાય છે. જેથી વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યે ઉત્સુકતા વધશે.

નોંધનીય છે કે, ડો. ગર્ગે ગણિત, વિજ્ઞાન, રમત, મનોરંજન, મિરર રિડિંગ સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય તેવા 47 વિવિધ પ્રદર્શિત ઇનોવેટિવ મોડલ્સનું નિરીક્ષણ કરી શિક્ષકોના પરિણામલક્ષી પ્રયાસોને બિરદાવ્યા હતા.

નોંધનીય છે કે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર, તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ધારા પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપીના પ્રાચાર્ય, જે. ડી પટેલ સહિત, આચાર્યો, પ્રાધ્યાપકો-શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *