ડીટર્જંટ પાવડરના બોક્ષમા સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી.પાંચાણી, એલ.સી.બી. જી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય આજરોજ પોલીસ માણસો સાથે ડોલવણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “સુરત જીલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામ તરફથી એક સફેદ કલરની પીકપ વાહન નંબર GJ-19-Y-9746 નીમાં ઇગ્લીશદારૂનો જથ્થો ભરીને વાલોડ તરફ આવે છે અને તે પીકપ વાહન વાલોડ થઇ શિકેર રોડ થી બારડોલી તરફ જનાર છે” જે બાતમી આધારે વાલોડ તાલુકાના શિકેર ગામની હદ વાલોડ થી બારડોલી તરફ જતા રોડ ઉપરથી પીકપ વાહન રોકી લીધેલ પીકપ વાહનમાં જોતા પીકપમાં ડીટર્જન્ટ પાવડર બોક્ષમાં ભરેલ હોય બાતમી હકીકત બાબતે વધુ ખાત્રી તપાસ કરતા પીકપ વાહનના પાછળની બોડીના ભાગે મુકેલ ખાખી પુઠાના મોટા બોક્ષ હોય જે પૈકી એક બોક્ષ ખોલી જોતા તેના ઉપરના ભાગે સયારા વોસીગ પાવડરના ૫૦૦ ગ્રામના પેકેટ અને તેના નીચે ઇગ્લીશ દારૂ તેમજ બીયરની ટીન ભરેલ જણાતા પીકપ વાહનના ચાલક તથા સાથેના ઇસમની વધુ પુછપરછ કરતા સદર પીકપ વાહનમાં મુકેલ બોક્ષમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની કબુલાત કરતા હોય આરોપી- (૧) સબ્બીર હાજીભાઇ બલોચ ઉ.વ.૩૬ રહે.ગામ-ખુંધ આઝાદ નગર, વાસદા રોડ તા.ચીખલી જી.નવસારી (૨) જીતુ જાતરીયાભાઇ ગામીત ઉ.વ.૪૪ રહે.ગામ-જામલીયા ગામીત ફળીયુ તા.ડોલવણ જી.તાપીએ એકબીજાની મદદગારી કરી પોતાના કબજાની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકપ વાહન નં. GJ-19-Y-9746 જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી/ટીન નંગ-૨૬૪૦, કુલ કિંમત રૂ! ૯,૩૨,૬૪૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ- ૨ કિ.રૂ.૭૦૦૦/- તથા પ્રોહી જથ્થો છુપાવવા રાખેલ સયારા વોસીંગ પાવડરના ૫૦૦ ગ્રામના ૧૪૫ પેકેટ તથા ડીલીવરી ચલણની બે નકલ અને ટેક્ષ ઇન્વોઇસ અને ઇ-વે બીલની નકલ પાના નંગ-૪ આપે કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે ૧૨,૩૯,૬૪૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) સબ્બીર હાજીભાઇ બલોચ ઉ.વ.૩૬ રહે.ગામ-ખુંધ આઝાદ નગર, વાસદા રોડ તા.ચીખલી જી.નવસારી

(૨) જીતુ જાતરીયાભાઇ ગામીત ઉ.વ.૪૪ રહે.ગામ-જામલીયા ગામીત ફળીયુ તા.ડોલવણ જી.તાપી

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી/ટીન નંગ-૨૬૪૦, કુલ કિંમત રૂ! ૯,૩૨,૬૪૦/-

(૨) મોબાઇલ નંગ-૨ કિં.રૂ! ૭,૦૦૦/-

(૩) મહિન્દ્રા કંપનીની બોલેરો પીકપ વાહન કિ.રૂ.૩,૦૦,૦૦૦/ કુલ્લે રૂ! ૧૨,૩૯,૬૪૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ જી.તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઇ તથા હે.કો. લેબજીભાઇ પરબતજી તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *