પનિયારીની શિશુ / વિદ્યા ગુર્જરી શાળામાં ૭૭ માં પ્રજાસત્તાક દિન ઉજવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠા સંચાલિત શિશુ / વિદ્યા ગુર્જરી શાળામાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી કેયુરભાઈ જે. શાહના હસ્તે કરવામાં આવી. ધ્વજપ્રમુખશ્રી એ પોતાના સંબોધનમાં આપણો ભારત દેશ આજે વિશ્વની ચોથી મહા સત્તા બન્યો છે તેનું ગૌરવ દેશના દરેક નાગરિકને છે. ઉપસ્થિત સૌને એમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે દેશના નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવી જોઈએ કાયદાઓનું પાલન કરવું જોઈએ. દેશને સ્વચ્છ રાખવા માટે દેશના પ્રધાનમંત્રી માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવું જોઈએ એમણે સૌને એક મજબૂત ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવા અનુરોધ કર્યો અંતે ભારતમાતા કી જય અને વંદે માતરમ ના નારા સાથે પોતાના વક્તવ્યને વિરામ આપેલ.ત્યારબાદ શાળામાં વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શાળાના શિક્ષકગણ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. માન.શ્રીમતી રૂપલબેન કેયુરભાઈ શાહ તથા સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી ચિરાગભાઈ પી.કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલ સૌને મો મીઠું કરાવી કાર્યક્રમને વિરામ આપેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *