સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય મત્સ્ય પરીસંવાદ – ૨૦૨૬નો શુભારંભ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મત્સ્ય સહકારી પ્રકોષ્ઠ – સહકાર ભારતી, કામધેનુ યુનિવર્સિટી, મત્સ્યોદ્યોગ ખાતું ગુજરાત સરકાર અને ICAR, CIFT વેરાવળના સયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય મત્સ્ય પરીસંવાદનું આયોજન સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે કરવામાં આવ્યું. સદર કાર્યક્રમના ઉદ્ધાટન ડો. જયરામભાઈ ગામીત મંત્રીશ્રી, ખેલ, ઉદ્યોગ અને પર્યટન ના વરદ હસ્તે કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં ૨૦ રાજ્યથી કુલ ૧૮૦ જેટલા સહકાર ભારતીના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. તારીખ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૬થી શરૂ થયેલ ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ દરમિયાન માછલી ઉછેર, માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવાની પદ્ધતિ, તેનું પેકેજિંગ અને માર્કેટિંગ, FSSAI લાયસન્સ પ્રક્રિયા, તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવશે.

સદર કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અર્બન કો. ઓ. બેંક પ્રકોષ્ઠ ગુજરાતના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ વ્યાસ, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના સંશોધન નિયામકશ્રી, ડો. રોહિતભાઈ શાહ, ICAR, CIFT વેરાવળના વરિષ્ઠ વિજ્ઞાનીક ડો. આશિષભાઈ ઝા, ઝીલ એકવાકલ્ચરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રદીપભાઈ નાવીક સાથે મત્સ્ય સહકારી પ્રકોષ્ઠ – સહકાર ભારતી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયંતીભાઈ કેવટ અને સહકાર ભારતીના સંગઠન પ્રમુખ (ગુજરાત અને રાજસ્થાન પ્રદેશ) શ્રી. જીવનભાઈ ગોલે હાજર રહેલ હતા.

રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નીલ ક્રાંતિ થી અર્થપ્રાપ્તિ માટે અથક પ્રયત્નો કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પણ જાહેર કરવામાં આવેલ છે. રાષ્ટ્રમાં વધતી જનસંખ્યા અને એમના માટે પોષણ ઉપયુક્ત આહારની જરૂરિયાત સમયની માગણી છે. રાષ્ટ્રમાં મૌજૂદ કુદરતી જલિય સંશાધનોનું વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવામાં આવે તો ખરેખર જ નીલ ક્રાંતિ થઈ શકે તેમ છે. મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત દ્વારા નીલ ક્રાંતિ માટે અમૃતકાળ વિઝન – ૨૦૪૭ ધ્યાને લઈ રાજ્ય સરકારની સક્ષમ તૈયારીઓ બાબતે જણાવવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં નીલક્રાંતિ માટે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની અગત્યની જરૂરિયાત જણાવવામાં આવી. મંત્રીશ્રી દ્વારા ઉકાઈ ડેમમાં માછીમારી કરતાં જનજાતિ વિસ્તારના માછીમારોના સર્વાંગી વિકાસ થાય એ દ્રષ્ટિએ રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવા બાબતે જણાવવામાં આવ્યું. તેમજ રાજ્યમાં નીલક્રાંતિ લાવા માટે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી બાબતે પણ રાજ્ય સરકાર વિચારશે એવું જણાવવામાં આવ્યું.

મત્સ્ય સહકારી પ્રકોષ્ઠ – સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયંતીભાઈ કેવટ અને એમની ટીમ દ્વારા સદર આયોજન સફળ કરવા માટે અથાક પ્રયત્નો કરવામાં આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ સહકારી ક્ષેત્રના આગેવાનોને માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ અને મત્સ્ય ઉત્પાદકોના નિર્યાત જેવા વિવિધ ચર્ચાઓમાં ભાગ લેવામાં આવશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *