માંડળ ટોલ પ્લાઝા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.24 :- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે માંડળ ટોલ પ્લાઝા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા, ARTO તાપી-વ્યારા અને NHAI વિભાગના સંયુક્ત ઉપક્રમે વાહન ચાલકો માટે નિઃશુલ્ક આંખ નિદાન અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા વાહન ચાલકોના બ્લડ સુગર, હિમોગ્લોબિન અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી, તેમજ આંખની તપાસ બાદ જરૂરિયાતમંદ ભારે વાહન ચાલકોને સ્થળ પર જ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સલામત ડ્રાઈવિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતો ઘટાડવા અને ચાલકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વહીવટી તંત્રના આ પ્રજાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *