મહિલા તેમના પતિ ઉપર શક વહેમ રાખી પિડીત બહેનને હેરાનગતિ કરતાં 181ની ટીમ મદદે
181
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ ડોલવણ તાલુકાના એક ગામમાંથી પીડિત બહેને 181 માં ફોન કરીને જણાવેલ કે તેમના પાડોશની એક મહિલા તેમના પતિ સાથે શક વહેમ રાખી હેરાનગતિ કરતી હોવાથી મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ માંગી. તાપી ટીમને કોલ મળતા તાત્કાલિક આપેલ સ્થળ પર પહોંચી તમામ હકીકત મેળવતા જાણ થઈ કે પીડિત બહેન તેમના પતિ સાથે સમાજના રિતરિવાજ મુજબ લગ્ન કરેલ છે. સંતાનમાં એક બાળકી છે. તેમના પતિ મજુરી કામ કરે છે અને પિડીત બહેન ઘરકામ કરે છે. પાડોશી મહિલા તેમના પતિ સાથે પિડીત બહેનને શક વહેમ કરે છે અને આજરોજ પિડીત બહેન હેડપંપ પર પાણી ભરવા ગઈ હતી. ત્યારે પાડોશીની બહેન ત્યાં પાણી ભરવા માટે આવેલ ત્યારે પાડોશીની બહેને પીડિત બહેનને શક વહેમ રાખી અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી અને લડાઇ ઝગડો કરીને પથ્થરમારો કર્યો હતો અને પાડોશીની બહેન બે મહિનાથી પીડિત બહેનના ઘરે આવી હેરાનગતિ કરે છે.આ બાબતથી બંને પક્ષો વચ્ચે અવારનવાર લડાઈ ઝગડો થતો હોવાથી પાડોશી બહેનને સમજાવવા માટે અભયમ ટીમની મદદ લીધી હતી. જેથી સ્થળ પર બંને પક્ષોની તમામ હકીકત જાણી અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી સમજાવેલ છે અને પાડોશી બહેનના પતિને રુબરુ પૂછપરછ કરવામાં આવેલ જેમાં પાડોશી બહેનના પતિએ જણાવેલ કે પિડીત બહેન સાથે મારો આવો કોઇ સંબંધ નથી જેથી પાડોશીની બહેને બાહેંધરી આપી પોતાની ભૂલ સ્વીકારી હોવાથી સ્થળ પર બંને પક્ષોએ સમાધાન કરેલ છે અને 181 ની ટીમ દ્વારા બંને પક્ષોને કાયદાકીય માહિતી આપી ફરી આ બાબતે ઝગડો થવો જોઈએ નહીં તેની સમજણ આપેલ છે. અને પિડીત બહેને આ બાબતે આગળની કોઈ પોલીસ કાર્યવાહી કરવી નહીં તેમ જણાવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
