વ્યારા ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 23 :- ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યારા નગરપાલિકાના સભાખંડમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓ, નાના વેપારીઓને આર્થિક ટેકો પૂરો પાડવા માટે પ્રથમ તબક્કાના રૂ. ૧૫,૦૦૦, બીજા તબક્કાના રૂ. ૨૫,૦૦૦ અને ત્રીજા તબક્કાના રૂ. ૫૦,૦૦૦ સુધીની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશભાઈ ઉપાધ્યાય અને ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરીયાના માર્ગદર્શન હેઠળ એન.યુ.એલ.એમ. વિભાગના અધિકારી-કર્મચારીશ્રી મયંકકુમાર ચૌધરી, જયાબેન ગામીત અને જુગલ ગામીતે યોજનાની માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના નાના વેપારીઓને આર્થિક રીતે સદ્ધર કરી સન્માનપૂર્વક રોજગારી પૂરી પાડવાનું સબળ માધ્યમ છે

આ સાથે જ આધુનિક ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લાભાર્થીઓને યુપીઆઈ-લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડની મંજૂરી પણ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ તીરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક ઉદબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *