પોલીસ ભરતી ટ્રેનિંગનો ભવ્ય શુભારંભ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગુજરાત પોલીસ ભરતીમાં ઐતિહાસિક 13591 પદોની ભરતી માટેની શારીરિક તાલીમ માટે સોનગઢ ખાતે નિષ્ણાંત ટ્રેઈનર દ્વારા વર્ગનો શુભારંભ કરવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓની મહેનત ને જમીન પર ઉતારવામાં જશ મળ્યો છે.

તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રી આર.આર. બોરડ સાહેબના હસ્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે ખુબજ મોટી સંખ્યામાં હાજર રહેલ યુવા ઉમેદવારો કે જેમણે પોલીસ ભરતી માટે અરજી કરી રાખી છે એમને શારીરિક તાલીમ વર્ગની શરૂઆત કરી ભેટ આપી હતી. શારીરિક કસોટીના કોલ લેટર પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે, ત્યારે દરેક ઉમેદવાર ઉતીર્ણ થવા માટે નિષ્ણાંત ટ્રેઈનર દ્વારા તાલીમ લઈ પોતાની દાવેદારી મજબૂત કરી પોતાનો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણની હરણફાળ ભરવા ઉત્સુક જોવાં મળ્યા હતાં.

અધિક નિવાસી કલેક્ટર શ્રી આર.આર. બોરડ સાહેબએ યુવા મિત્રોને તન મન થી મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. રોજિંદા જીવનમાં કંઈક મેળવવા માટે કોઈક ને કોઈક વસ્તુનો ત્યાગ આપવો પડે છે તે સમજાવી નિયમિત રીતે અને સાચી લગનથી જો મહેનત કરવામાં આવે તો અચૂક સફળતા પામી શકાય છે. સ્ક્રીન ટાઇમ ઓછો કરીને એ સમય શારીરિક તાલીમ માટે આપવામાં આવે તો ખુબજ ઉપયુક્ત પરિણામ મેળવી શકાય છે. સાહેબશ્રી તરફથી યુવાઓને તાલીમ બાદ અંકુરિત કઠોળનો પ્રોટીનયુક્ત આહાર નાસ્તામાં પૂરો પાડવા, શારીરિક તાલીમમાં જોડવા માટે બહાર ગામથી આવવા, જવા માટે જો બસ ભાડા ખર્ચના પૈસા ના હોય તેવાં આર્થિક રીતે નબળાં વિધાર્થીઓને પણ મદદ કરવા અને શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયાં બાદ પરીક્ષાલક્ષી શૈક્ષણિક અભ્યાસ માટે પુસ્તકો કે અન્ય સાહિત્ય સામગ્રી પણ પૂરું પાડવાની બાંહેધરી એ સૌ વિધાર્થીઓના દિલ જીતી લીધા હતા.જિલ્લાના ઉપરી અધિકારીની ઊંડાણ અને પછાત વિસ્તારના યુવાઓ માટેની આટલી મોટી ચિંતા સાહેબની લોકસેવાની દાઝ, એમના દુરંદેશીની સાક્ષી પૂરે છે. જે સમાજને શિક્ષિત કરી ઉપર લાવી આર્થિક સ્તરે મજબુતાઈ આપવાનો એમનો નિર્ધાર દર્શાવે છે.

ગંગા સમગ્ર તાપી પ્રાંતના યુવાધનને સાચી દિશા આપવાના આ નિર્ણયમાં સહયોગી સંસ્થાઓમાં સોનગઢ નગર પાલિકા, માનવતા જાગૃત ટ્રસ્ટ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનો કદમતાલ મિલાવી સિંહ ફાળો રહ્યો છે. કાર્યક્રમ ખરેખર ઉપયોગી અને ભવિષ્યમાં ચોક્કસ જ સકારાત્મકતા લાવવાના પ્રયાસને પરિપૂર્ણ કરતું પ્રથમ પગથિયું સર કર્યાનો સુખદ આનંદ અપાવનારો રહ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *