નાનાપોંઢામાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુન્હામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપી

Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા જે. તાપી સીધા માર્ગદર્શન હેઠળ તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા ASI અજયભાઈ દાદાભાઈ સોલંકી તથા આ.પો.કો. જયેશભાઈ બલીરામભાઈ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરયાન ASI અજયભાઈ દાદાભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે, વલસાડ જીલ્લાના નાનાપોંઢા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૦૦૫૦૨૫૧૨૮૩/૨૦૨૫, NDPS એક્ટ  મુજબના કામનો વોન્ટેડ આરોપી પુખરાજ દયારામ રાજપુરોહીત ઉ.વ.૩૮ હાલ રહે. નવાપુર જનતા પાર્ક સોસાયટી ગોવિંદભાઈ ભેરૂભાઈ રાજપુરોહીતના ભાડાના મકાનમાં તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) મુળ રહે. નાલ ગામ તા.શિવાના જી.બાડમેર નાઓ નવાપુર થી પોતાની સફેદ કલરની ઇકો કાર નં. GJ-26 AE-0575 ની લઈને નવાપુર થી નિકળી સોનગઢ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ થઈ વ્યારા તરફ જનાર છે તેવી ચોક્કસ અને પાકી બાતમી આધારે, સોનગઢ નવા આર.ટી.ઓ ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા તેના કબજામાંથી મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ડ્રાઈવીંગ લાયસન્સ કિ.રૂ.00/00 તથા સફેદ કલરની ઇકો કાર નં. GJ-26 AE-0575 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવેલ હોય, જેની અટક કરી સોનગઢ પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરી વલસાડ જીલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી તથા મુદ્દામાલ સોંપવા તજવીજ કરાવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સરનામુ:- પુખરાજ દયારામ રાજપુરોહીત ઉ.વ.૩૮ હાલ રહે. નવાપુર જનતા પાર્ક

સોસાયટી ગોવિંદભાઈ ભેરૂભાઈ રાજપુરોહીતના ભાડાના મકાનમાં તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) મુળ રહે. નાલ ગામ તા.શિવાના જી.બાડમેર

પકાડાયેલ આરોપી વિરૂદ્ધ દાખલ થયેલ ગુન્હાઓની વિગત :-

(૧) નાનાપોંઢા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૦૦૫૦૨૫૧૨૮૩/ ૨૦૨૫, એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૧૫(બી), ૨૯ મુજબ, પોષડોડા ૪.૫૫૦ કિગ્રા પોષડોડા કિ.રૂ. ૧૩,૬૫૦/- ના મત્તાનો મુદ્દામાલ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખા તાપી. (૨) ASI અજયભાઈ દાદાભાઈ સોલંકી એસ.ઓ.જી.શાખા તાપી. (૩) આ.હે.કો. રાજેશભાઈ ઝુલીયાભાઈ એસ.ઓ.જી. શાખા તાપી. (४) આ.પો.કો. જયેશભાઈ બલીરામભાઈ એસ.ઓ.જી. શાખા તાપી

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *