નાર્કોટીક્સના ગુન્હામાં સંડોવાયેલ મહિલાની અટકાયત કરી, મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપતી એસ.ઓ.જી. તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ સુરત. તથા શ્રી જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્વારા તાપી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી પગલા ભરવા તેમજ તાપી જીલ્લામાં નાર્કોટીક્સના ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમો વિરૃધ્ધ  PIT NDPS Act 1988 (The Prevention of illicit Traffic in Narcotic Drug and Psychotropic Substances act 1988) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતુ.

જે અન્વયે શ્રી કે. જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તથા એસ.ઓ.જી. તાપી ટીમે તાપી જીલ્લામાં NDPS Act હેઠળ અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલ મહિલા ચંદાબેન તે શુકલાલ ઠમાજી જાદવની વિધવા ઉ.વ. ૬૪ રહે. મગદુમ નગર, વ્યારા તા.વ્યારા જી.તાપીએ જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શક્યતા બાબતેના પુરતા પુરાવા મેળવી મજકુર મહિલા ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ કેફી ઔષધો, મન: પ્રભાવી દ્રવ્યોના ગેર કાયદેસર વેચાણના ગુન્હાઓ આચરેલ હોય. તેના વિરૂદ્ધ PIT NDPS Act 1988 (The Prevention of illicit Traffic in Narcotic Drug and Psychotropic Substances act 1988) મુજબની વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી જી.તાપી મારફતે  પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી. કાઈમ એન્ડ રેલ્વેઝ પોલીસ ભવન ગુ.રા. ગાંધીનગર તરફ મોકલતા મજકુર મહિલાની PIT દરખાસ્ત મંજુર થઈ આવતા આ મહિલાને તા.૧૯/૦૧/૨૦૨૬ ના રોજ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

PIT NDPS અન્વયે અટકાયત કરેલ મહિલાનું નામ સરનામુ:-

ચંદાબેન તે શુકલાલ ઠમાજી જાદવની વિધવા ઉ.વ. ૬૪ રહે. મગદુમ નગર, વ્યારા તા.વ્યારા જી.તાપી

અટકાયત કરેલ મહિલા વિરૂદ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત :

(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ B ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૫૧૧૬૪/૨૦૨૫ NDPS એકટ ૧૯૮૫ની કલમ ૮સી, ૨૦(બી) ૨૯

(૨) વ્યારા પો.સ્ટે.પાર્ટ B ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૫૨૪૩૪/૨૦૨૫ NDPS એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ), ૨૯

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખા તાપી

(૨) શ્રી એન.પી. ગરાસીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા તાપી

(૩) શ્રી ડી.આર. પ્રજાપતિ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા તાપી

(૪) આ.હે.કો. રાજેશભાઈ ઝુલીયાભાઈ એસ.ઓ.જી. શાખા તાપી

(૫) અ.હે.કો. દાઉદભાઈ ઠાકોરભાઈ એસ.ઓ.જી. શાખા તાપી

(૬) અ.હે.કો. શરદભાઈ સુરજીભાઈ એસ.ઓ.જી. શાખા તાપી

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *