તાપી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી

Contact News Publisher

અનહાઇજેનીક સામગ્રી નાશ કરીને સૂચનાઓ આપવામાં આવી : ૩૮ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 20 :- ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને તાપી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફિસરો દ્વારા તાજેતરમાં ખાદ્ય સુરક્ષા અંગે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન તલ, તલના લાડુ, ચિક્કી, જલેબી-ફાફડા અને ઉંધિયું બનાવતી તથા વેચાણ કરતી કુલ ૧૪ પેઢીઓની તપાસ કરી, જેમાંથી ૩૮ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉપરાંત, ૨૧ પાણીપુરી લારીઓની તપાસ દરમ્યાન અનહાઇજેનીક પરિસ્થિતિ જણાતાં ૩૦ લીટર પાણીપુરીનું પાણી અને ૦૫ કિલોગ્રામ બટાકાનો માવો નાશ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, તમામ પાણીપુરી લારીઓ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નોંધણી ધરાવતી હોવાનું જણાયું છે તથા લારી ધારકોને સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ ખોરક અને ઔષધ નિયમન તંત્ર તાપી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *