બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્રારા તાલુકા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન અત્રેનાં ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના઼ં માર્ગદર્શક શિક્ષકોને કાર્યક્રમની રૂપરેખા આપી શિક્ષણમાં વાર્તાનાં મહત્વ અંગે છણાવટ કરી હતી. સ્પર્ધાનાં અંતે નિર્ણાયકોએ નીચે મુજબ પરિણામો ઘોષિત કર્યા હતાં. ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ ૧/૨ (વાર્તા કથન) : પ્રથમ – યુગગીરી બિલકેશગીરી ગૌસ્વામી (કુંકણી), પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ ૩ થી ૫ (વાર્તા કથન) : પ્રથમ – સાચી અજયભાઇ પટેલ (કુંદિયાણા), મિડલ સ્ટેજ ધોરણ ૬ થી ૮ (વાર્તા લેખન) : પ્રથમ – અમર કૃષ્ણકુમાર તિવારી (કઠોદરા)
વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે રોકડ પુરસ્કાર સહિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાકેશ મહેતા (ભારૂંડી પ્રા. શાળા), ઈલા મહીડા (બી.આર.પી. પ્રજ્ઞા), દિપ્તિ મૈસુરીયા (ઓરમા પ્રા. શાળા), પ્રવિણા મોરકર પટેલ (પરીયા પ્રા. શાળા), ધર્મિષ્ઠા ભાટીયા (અંભેટા પ્રા. શાળા), હીના પટેલ (કંથરાજ પ્રા. શાળા), વિજય પટેલ (ભટગામ પ્રા.શાળા), દર્શના પટેલ (અરીયાણા પ્રા. શાળા) તથા આકાશ પટેલ (બી.આર.પી. ભાષા) એ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
