તાપી જિલ્લામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 19 :- તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને શનિવારે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી.

કલેક્ટરશ્રી ગર્ગે બેઠક દરમિયાન પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપી હતી. વધુમાં અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતી માત્રામાં સુનિશ્ચિત કરવા, વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિત વિતરણ થાય, દુકાનોની નિયમિત તપાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને સંબંધિત અધિકારીશ્રી- કર્મચારીશ્રીને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા, સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *