પીએમ શ્રી શાળા બોરખડીમાં ધોરણ ૯ અને ૧૧ ની પસંદગી પરીક્ષા ૭ ફેબ્રુઆરીએ યોજાશે
Contact News Publisher
વિદ્યાર્થીઓ https://navodaya.gov.in પ્રવેશપત્રો વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 19 :- શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર હેઠળ સંચાલિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે ધોરણ-૯ તથા ધોરણ-૧૧ માટેની પસંદગી પરીક્ષા ૨૦૨૬ આગામી તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ યોજાનાર છે.
આ પરીક્ષા માટેના ઉમેદવારો પોતાના પ્રવેશપત્રો નવોદય વિદ્યાલય સમિતિની અધિકૃત વેબસાઇટ https://navodaya.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. જે અંગે બોરખડી સ્થિત પીએમ શ્રી શાળાના પ્રાચાર્યશ્રી દીપક કુમાર વર્મા દ્વારા પ્રાપ્ત અખબારી યાદી મારફતે જણાવાયું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
