તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ
પ્રગતિ હેઠળના કાર્યોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરતાં કલેક્ટર ડો. ગર્ગ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :- તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રી ગર્ગે, વિવિધ વિભાગોને મળતી અરજીઓનો ત્વરિત નિકાલ, સરકારી કર્મચારી પેન્શન કેસોનો નિકાલ, પડતર ફાઈલોનો ત્વરિત નિકાલ, ઇ સરકારની અમલવારી તેમજ વિવિધ વિભાગના પૂર્ણ કામોની જાણકારી મેળવી પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
