MY BHARAT, તાપી દ્વારા જિલ્લા કક્ષાનો સ્પોર્ટ્સ મીટ વ્યારા ખાતે યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકારનાં MY BHARAT,તાપી દ્વારા માઁ શિવદુતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ, વ્યારામાં જિલ્લા કક્ષાનો Sports Meet યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવેલ વ્યારા, સોનગઢ, ડોલવણ, અને નિઝર તાલુકાની વિવિધ સ્કૂલોની ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાનાં Sports Meetમાં ભાઈઓ માટે કબડ્ડી સ્પર્ધા, અને બહેનો માટે ખો-ખો સ્પર્ધા, દોડ-૧૦૦મી (ભાઈ-બહેનો)માટે અને લાંબીકૂદ(ભાઈ-બહેનો)માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. Sports Meetમાં અંદાજે ૨૮૦ જેટલા વિધાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ભાઇઓની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ ક્રમે માઁ શિવદૂતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ,વ્યારા અને દ્વિતીય ક્રમે જ્ઞાનતીર્થ વિદ્યાલય, સોનગઢ, તથા બહેનોની ખો-ખો સ્પર્ધામાં પ્રથમ ક્રમે માઁ શિવદૂતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ, વ્યારા અને દ્વિતીય ક્રમે જ્ઞાનતીર્થ વિદ્યાલય, સોનગઢ વિજેતા થયા હતા. દોડ-૧૦૦ મી ભાઈઓમાં પ્રથમ ક્રમે વસાવા રિયેશ(સોનગઢ), દ્વિતીય ક્રમે વસાવા શ્રેયાંશ(સોનગઢ), દોડ-૧૦૦મી બહેનોમાં પ્રથમ ક્રમે ગામીત અમીનાબેન(સોનગઢ), દ્વિતીય ક્રમે ભગરિયા સેજલબેન(ડોલવણ) તથા લાંબીકૂદ(બહેનો)માં પ્રથમ ક્રમે ભીલ મરિયમ(મગરકૂઈ), દ્વિતીય ક્રમે કોંકણી છાયા(ડોલવણ), તેમજ લાંબી કૂદ (ભાઈઓ)માં પ્રથમ ક્રમે વસાવા ધ્રુવીક(સોનગઢ), દ્વિતીય ક્રમે વસાવા પ્રતિક(સોનગઢ) વિજેતા રહ્યા હતા.

જિલ્લા કક્ષાનાં Sports Meetમાં સોમોલાય વિદ્યાવિહારનાં આચાર્યશ્રી નેહલબેન, માઁ શિવદુતી સાયન્સ અને આર્ટસ સ્કૂલનાં આચાર્યશ્રી પ્રવીણભાઈ ગામીત, સોનગઢ તાલુકાની જ્ઞાનતીર્થ શાળાના શ્રી દિવ્યેશભાઈ ગામીત, ડોલવણ તાલુકાની ઉત્તર બુનિયાદી શાળાનાં શિક્ષકશ્રી ભાવિકભાઈ તેમજ સરદાર વલ્લભભાઈ વિદ્યાલયનાં શિક્ષકશ્રી, સુસ્મિતાબેન અને સુરેશભાઇએ તેમનાં તાલુકાનાં વિધાર્થી ભાઈ-બહેનોને જે-તે રમતમાં તાલીમ આપી જિલ્લા કક્ષાની Sports Meet માં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી રિન્કેશભાઈ વસાવા તેમજ સ્મિતભાઈ ચૌધરીએ Sports Meet માં રેફરી તરીકે સેવા આપી હતી. વિજેતા ઉમેદવારોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. MY BHARAT, સુરતના ઉપનિર્દેશકશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ બ્લોક યૂથ કો-ઓર્ડીનેટર અને રાષ્ટ્રીય યુવા કર્મી વરુણ રાજપૂતે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા શ્રી પલ્લવીબેન પરમારે આભારવિધિ કરી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *