તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ હેઠળ જનજાગૃતિ અભિયાન

Contact News Publisher

વાહનચાલકોને સુરક્ષિત સફર માટે અપાયું માર્ગદર્શન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16. :- નેશનલ હાઈવે 53 પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી વી. ડી. ઝાલા અને તેમની ટીમ દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમ અંતર્ગત હાઈવે પરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકોને અટકાવીને તેમને માર્ગ સલામતીના નિયમોનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ અભિયાન દરમિયાન વાહનચાલકોને લેન શિસ્ત, ઝડપ મર્યાદા અને સુરક્ષા સાધનોના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે માર્ગ સલામતીના વિવિધ નિયમો અને તકનીકી સમજ આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *