વ્યારાની મિશ્ર શાળા ખાતે આયુષ મેળો યોજાશે

Contact News Publisher

આયુર્વેદ અને આયુષ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન સહિત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરવામાં આવશે

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૫. :-ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, આયુષ વિભાગ તથા જિલ્લા પંચાયત તાપી દ્વારા આજે તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વ્યારાની મિશ્ર શાળા, શાકભાજી માર્કેટ પાસે આયુષ મેળો યોજાશે.

મેળાનું ઉદ્ઘાટન તથા અધ્યક્ષસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જલમસિંહ વસાવા કરશે. જ્યારે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી રિતેશ ઉપાધ્યાય તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન પાડવી હાજરી આપશે

આ આયુષ મેળામાં આયુર્વેદ સહિત વિવિધ આયુષ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન, આરોગ્ય જાગૃતિ તથા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરવામાં આવશે. આયુષ શાખા, જિલ્લા પંચાયત તાપી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકો લાભ મેળવે તે માટે અનુરોધ કરાયો છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *