ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૧૦૨૯ લાખના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 15. :- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ વિકાસકામોનું મહુવા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૧૦૨૯ લાખનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમના હસ્તે સુરત-ધુલિયા રોડ પર મિઢોળા નદી ઉપર નિર્માણ થયેલ મેજર બ્રિજનું લોકાર્પણ તેમજ , બાજીપુરા-કમાલછોડ ગામે પશુ સબસેન્ટરના નવા બાંધકામનું અને સુરત–ધુલિયા રોડના રિસફ્રેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
