પરિવારને તૂટતા બચાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામમાં પીડિતાએ ૧૮૧ અભયમમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર હોય.જેથી  તેમના પતિ ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હતી.તેથી ૧૮૧ રેસ્ક્યું વાન ધટના સ્થળે પહોચી પીડિતા પાસેથી સમગ્ર માહિતી મેળવી. પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ નહિ રાખે. અને શાંતિથી રહેવા જણાવ્યું અને લગ્નજીવન તૂટતાં બચાવ્યું હતું. પરણિતા સાથે અવાર નવાર ઝગડો થતાં  માનસિક તકલીફ વેઠતા. અને લગ્નના વીસ વર્ષ થયા હોય અને સંતાનમાં એક બાળક હોય. પિડિતાના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. અને પીડિતા બેન ઘરકામ કરે છે.ઘરમાં જીવન જરૂરિયાતોની વસ્તુઓ પૂરી પડતા ન હતાં. અને પિડીતબેન અને તેમના સાસુને તેમના પતિ અપશબ્દો બોલી ગાળાગાળી કરે છે. અને મારપીટ કરે છે. જેથી પરણિતાએ ૧૮૧ ની સહાય માટે ફોન કર્યો  હતો. જેમાં પરણિતાએ જણાવ્યું હતું કે તેમના પતિનું ગામની એક મહિલા સાથે ઘણા વર્ષોથી પ્રેમ સંબધ છે. જે બાબતની પંચ આજરોજ  ભેગી કરી હતી. જેમાં તેમનો પતિ હાજર થયો ન હોવાથી સાંજે તેમનો પતિ ઘરે આવતા પિડિતા બહેને તેમના પતિને  પંચ ભેગી કરી હતી ત્યાં કેમ હાજર ન થયો તેમ પુછતાં પીડિતા બેનના પતિએ લડાઈ ઝગડો કરેલ હોવાથી ૧૮૧ ની મદદ લીધી હતી. આમ તેમના પતિનું  અસરકારક કાઉન્સેલિંગ કરી પતિને સમજાવેલ અને પત્નીને સારી રીતે રાખવા માટે  તૈયાર થયા હતા. જેથી પીડિતાને વહારે ૧૮૧ ની અભયમ ટીમે ઘરસંસાર તૂટતો બચાવ્યો હતો તેમના પતિ ને કાયદાકીય સમજ આપી અને ઘરની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી અને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ ન રાખે તેવી ખાતરી આપી હતી.તેથી પરણિતાએ બાળકોના ભવિષ્યનું વિચારી પતિ સાથે રાજી ખુશીથી રહેવા માટે તૈયાર થયા હતા.તેથી સ્થળ પર સમજાવટથી નિરાકરણ કર્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *