અગાસવાણ ગામે ધાબા ઉપર સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી સોનગઢ પોલીસ : દારૂનો જથ્થો મંગાવનાર અને પુરો પાડનાર પાંચ વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઇન્સ.શ્રી એન.એસ. ચૌહાણને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, અગાસવાણ ગામે આંબા ફળીયામાં રહેતા અંકિતભાઈ કિશોરભાઈ ગામીતએ પોતાના ઘરના ધાબા પર ઈગ્લીંશ દારૂનો જથ્થો સંતાડેલ છે. જે બાતમી આધારે અગાસવાણ ગામે અંકિતભાઈના ઘરના ધાબા ઉપર જઈ તપાસ કરતા ભારતીય બનાવટના ઈગ્લીંશ દારૂની શીલબંધ બોટલો/ટીન બિયર નંગ-૧૪૪૯, (કુલ ૪૭૨.૬૬ લીટર), કુલ કિંમત રૂ. ૪,૮૨,૩૧૫/-નો ઇંગ્લીશ દારૂ તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામાં આવેલ તથા મુદ્દામાલ મંગાવનાર/મુદ્દામાલ પુરો પાડનારાઓને વોન્ટેડ જાહેર કરેલ છે. આ ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર, અજીત સી. ચૌધરી, સોનગઢ પો.સ્ટે કરી રહેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) અંકિતભાઈ કિશનભાઈ ગામીત રહે.અગાસવાણ ગામ, આંબા ફળીયુ, તા.સોનગઢ જી.તાપી.
વોન્ટેડ આરોપી પ્રોહી મુદ્દામાલ પુરો પાડનાર:-
(૨) વિકી શૈલેષભાઇ ગોસ્વામી રહે.સોનગઢ દેવક્રિષ્ના સોસાયટી તા.સોનગઢ જી.તાપી.
(૩) ગોપી ઉર્ફે પ્રિયાંક મુકેશભાઈ પટેલ રહે.નાની તંબાડી, તા.વાપી જી.વલસાડ
વોન્ટેડ આરોપી પ્રોહી મુદ્દામાલ મંગાવનાર :-
(૪) સપનાબેન સાહિલભાઈ ઉર્ફે પપ્પુ ગામીત રહે.વાસકુઈ ગામ, તા.વ્યારા જી.તાપી.
(૫) નિરવભાઈ દિનેશભાઈ ગામીત રહે.વડકુઈ ગામ, તા.વ્યારા જી.તાપી.
(૬) રોશનભાઈ ચૌધરી રહે. રતનિયા ગામ, તા.માંડવી જી.સુરત.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
1) શ્રી એન.એસ. ચૌહાણ, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ
2) શ્રી અજીત સી.ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન
3) એ.એસ.આઇ. રૂપસિંગભાઇ નાનીયાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
4) એ.એસ.આઇ. વિપુલભાઇ હરગોવનભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન
5) અ.હે.કો. ધર્મેશભાઇ ફતેસિંગભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન
6) આ.હે.કો. પ્રવિણભાઈ ભરતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન
7) પો.કો. દિપકભાઈ દલુભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન
8) ડ્રા.પો.કો. શરદભાઈ જોધાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
