બ્રધરન હાઈસ્કૂલ ડોલારા ખાતે ‘માર્ગ સલામતી જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના પાલન માટે લીધા શપથ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13. :- વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સભાનતા કેળવવાના ઉમદા આશયથી બ્રધરન હાઈસ્કૂલ, ડોલારા ખાતે સોમવારે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત ‘માર્ગ સલામતી જાગૃતિ’ કાર્યક્રમમાં મોટર વાહન નિરીક્ષકશ્રી એમ. એમ. પટેલે વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતો નિવારવા માટે હેલ્મેટ, સીટબેલ્ટનો ઉપયોગ અને ટ્રાફિક સિગ્નલના પાલનનું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

વધુમાં, વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને ટ્રાફિક ચિહ્નોની સમજ આપતી માર્ગદર્શન પત્રિકાઓનું વિતરણ કરી વિદ્યાર્થીઓને ટ્રાફિક શિસ્તના સાચા રાહવીર બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ તકે, સલામતીના સંદેશા સાથે પતંગોનું વિતરણ કરીને સુરક્ષિત ઉત્તરાયણનો સંદેશ પહોંચાડવાનો નવતર પ્રયાસ કરાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *