વ્યારા એ.આર.ટી.ઓ. કચેરી ખાતે સ્કૂલ ડ્રાઇવરો માટે માર્ગ સલામતી તાલીમ શિબિર યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10. :- તાપી જિલ્લાના વ્યારા ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ અંતર્ગત એઆરટીઓ કચેરી દ્વારા સ્કૂલ બસ અને વાન ચાલકો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી બી. એસ. પટેલે બાળકોની સુરક્ષા માટે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવા, ઓવરસ્પીડિંગ ન કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ડ્રાઇવરોએ માર્ગ સલામતીના સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ એઆરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી અંગેની જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *