નાર્કોટીકસ પદાર્થ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરતી તાપી એસ.ઓ.જી. ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેકટર કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. ડી.આર. પ્રજાપતિ, એસ.ઓ.જી. તાપીને મળેલ બાતમી હકીકત આધારે જીતેશ ઉર્ફે કાલીયો છનાભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે –સોનગઢ નવાગામ જમાદાર ફળીયુ, કન્યા છાત્રાલયની બાજુમાં તા.સોનગઢ. જી.તાપીનાં કબ્જામાંથી વનસ્પતિ જન્ય ગાંજો કુલ વજન ૫.૮૫૩ કિલો ગ્રામ કિમંત રૂપીયા ૨,૯૨,૬૫૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા ૨,૯૮,૪૭૦/-ની સાથે પકડાઇ જતા ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પો.સ્ટે.મા NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) જીતેશ ઉર્ફે કાલીયો છનાભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે –સોનગઢ નવાગામ જમાદાર ફળીયુ, કન્યા છાત્રાલયની બાજુમાં તા.સોનગઢ. જી.તાપી
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી. કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપી.
(૨) પો.સ.ઇ.શ્રી ડી.આર. પ્રજાપતિ. એસ.ઓ.જી.તાપી.
(૩) પો.સ.ઈ.શ્રી એન.પી. ગરાસીયા એસ.ઓ.જી.તાપી
(૪) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી. તાપી.
(૫) એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. તાપી.
(૬) એ.એસ.આઇ. દાઉદભાઇ ઠાકોરભાઇ એસ.ઓ.જી. તાપી.
(૭) અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ એસ.ઓ.જી. તાપી.
(૮) આ.હે.કો. રાજેશભાઇ જુલીયાભાઇ એસ.ઓ.જી. તાપી.
(૯) અ.હે.કો. હિરેનભાઇ ચીમનભાઇ એસ.ઓ.જી. તાપી.
(૧૦) આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ એસ.ઓ.જી. તાપી.
(૧૧) આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ એસ.ઓ.જી. તાપી.
(૧૨) ડ્રા.પો.કો. વિપુલભાઇ રમેશભાઇ એસ.ઓ.જી. તાપી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
