છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ આરટીઓ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- સુરેશ ઉર્ફે સુર્યા ઉર્ફે ડોન દુબળા ઇશ્વરભાઇ ગાવીત ઉ.વ.૪૩ રહે, દેવળ ફળીયુ નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્રને તા.૦૯/૦૧/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઈ. જગદીશભાઇ જોરારામ, એ.એસ.આઈ.એ જયેશભાઇ લીલકીયાભાઇ, તથા અહે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
