વ્યારા તાલુકાના બામણમાલનજીક ઘાટ સાંકળી ગામમાં રૂ. ૩૫૨ લાખના ખર્ચે ૧૧ કિ.મી.ના રસ્તાનું થશે નવીનીકરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના બામણમાલનજીક ઘાટ સાંકળી ગામના બામણામાળનજીકથી સાંકળી ઘાટ ડોલારાને જોડતા રસ્તા માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, તાપીની પેટા વિભાગીય કચેરી વ્યારા દ્વારા રાજ્ય સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મંજુર થયેલ રકમ રૂ. ૩૫૨.૦૦ લાખના ખર્ચે ૧૧ કિ.મી રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.સદર રસ્તાથી આશરે ૬૦૦૦ ની વસ્તીને વ્યારા તાલુકાના ગામોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા જિલા/તાલુકા મથક સાથેના જોડાણથી લાભ મળશે તેમજ ગામના લોકોની સુવિધામાં વધારો થશે. સદર રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ થતા ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે જેનાથી આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. વિધાર્થીઓ અને દર્દીઓને શાળાઓ તથા હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. સદર કામો દ્વારા નાગરિકોને સલામત,સરળ અને આરામદાયક અને પ્રાદેશિક કનેક્ટિવિટી સુવિધામાં વધારો થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
