ઉચ્છલના બાબરઘાટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વ 2026 ની શાનદાર ઉજવણી થશે

Contact News Publisher

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 09. :- તાપી જિલ્લામાં આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લા કક્ષાની ઉજવણી ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે થનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને પૂર્વ આયોજન બેઠક યોજાઈ હતી.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે બેઠકમાં આમંત્રિત મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને સ્થળ પર સ્વચ્છતા જાળવવા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, પોલીસ બેન્ડ અને પરેડના શિસ્તબદ્ધ પ્રદર્શન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની સુચારુ વ્યવસ્થા કરવા પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *