તાપી જીલ્લાના કુકરમુંડામાં બનેલ રાયોટીંગના ગુનામાં ત્વરીત રાહે એક્શન મોડમાં આવી જાહેર સુલેહ શાંતી તથા કાયદો વ્યવસ્થા જાળવતી તાપી જીલ્લા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કુકરમુંડા ગામ ખાતે અગાઉ થયેલ બોલાચાલી તકરારની અદાવતમાં ગઇકાલ તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ કુકરમુંડામાં ખાટીક ફળીયાની ખુલ્લી જગ્યામાં બે પક્ષોના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો તથા મારામારી થતા જે બાબતે પોલીસને જાણ થતા તાપી જીલ્લા પોલીસ ત્વરીત રાહે એક્શન મોડમાં આવી પોલીસ અધિક્ષકશ્રી તાપી ત્વરીત રાહે બનાવવાળી જગ્યાએ પંહોચી જઇ તેમજ તાપી જીલ્લા, એલ.સી.બી., એસ.ઓ.જી. ટીમ તેમજ સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પણ ત્વરીત રાહે બનાવવાળી જગ્યાએ પંહોચી જઇ એક્શનમોડ માં આવી તાત્કાલીક રીતે પરીસ્થીતી સામાન્ય બનાવી જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી છે.

આ બનાવમાં ફરીયાદી લિયાકત રમજાન ખાટીક, ઉ.વ.૪૭, રહેવાસી-કુકરમુંડાએ આરોપીઓ (૧) ગૌરવ સૈંદાણે (૨) વૈભવ સોનાર (૩) હર્ષલ ચૌધરી (૪) રાજ ભુરૂ ખટીક (૫) તેજશ પટેલ નાઓએ તેમની મોટર સાયકલ ઉભી રખાવી ઝગડો કરતા તેઓ ત્યાંથી ફરીયાદીના મોહલ્લામાં આવી જઈ અને તેઓની પાછળ (૬) રાહુલ ચૌધરી (૭) રાજેશ ચૌધરી (૮) પકંજ ચૌધરી (૯) સાગર ભરૂ ખટીક (૧૦) જીતુ રાજસ્થાની (૧૧) શુભમ જયેશ સોની (૧૨) સાર્થક જીતુ ચૌધરી (૧૩) વૈભવ અનિલ જયસ્વાલ (૧૪) હર્ષ રાજુ માછી (૧૫) રાહુલ માછી સહિત આશરે ૪૦ થી ૫૦ અજાણ્યા માણસોના ટોળા વિરૂધ્ધ તથા ફરીયાદી પંકજભાઇ રામદાસભાઇ ચૌધરી, ઉવ.૪૫, રહેવાસી- કુકરમુંડા, બસ સ્ટેન્ડની સામે તા.કુકરમુંડા જી.તાપીએ આરોપીઓ (૧) સદામ (૨) અનીશ વાહીદ ખાટીક (૩) આસીફ રમઝાન ખાટીક (૪) ઇમરાન ખાટીક (૫) વાહેદ ખાટીક (૬) જુનેદ ખાટીક (૭) સાહિલ ખાટીક (૮) સોહીલ દિલાવર ખાટીક (૯) નિશાર ખાટીક (૧૦) અલ્તાફ કાસીમ (૧૧) વાહીદ ગુલામ (૧૨) વાહેદ ગુલામ (૧૩) રેહાન (૧૪) શાકીર યાસીન ખાટીક (૧૫) નાશીર ખાટીક (૧૬) લીયાકત (૧૭) યાકીબ (૧૮) બિલાલ હકીમ (૧૯) ફૈજાન તેમજ આશરે ૧૦ થી ૧૨ ઇસમો તમામ રહે.કુકરમુંડા, ખાટીક મહોલ્લો તા.કુકરમુંડા જી.તાપી વિરૂધ્ધ ફરીયાદ આપતા કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ સામ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનામાં કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ૧૨ આરોપીઓને અટક કરી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને કુકુરમુંડા ગામ ખાતે હાલ શાંતી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હોય પરીસ્થીતી સંપુર્ણ રીતે કાબુમાં છે.

અટક કરવામાં આવેલ આરોપીઓ :- 1 અસ્ફાક કાસમ ખાટીક, 2 અસલમ કાસમ ખાટીક, ૩ ફારૂક રમઝાન ખાટીક, 4 તારીખ રમઝાન ખાટીક, 5 લિયાકત રમઝાન ખાટીક, 6 તાહિર રહીમ ખાટીક, 7 નાસિર યાસીન ખાટીક, 8 ફૈઝાન ફારુખ ખાટીક, 9 હર્ષદ રાજુભાઈ માછી, 10 રાહુલ રાજુભાઈ માછી, 11 પ્રશાંતભાઈ અનિલભાઈ ચૌધરી, 12 ધીરજભાઈ વાસુદેવ મરાઠે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *