વ્યારા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો ખાનગી બાતમીદારો રોકેલ હોય અને તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધરે તપાસ ચાલુ હોય આજરોજ સાથેના અ.હે.કો.હરપાસિંહ અભેસિંહ અને અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે અમદાવાદ ખાતેથી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ લૂંટના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી-જીતેન્દ્રપાલસિંહ ઉર્ફે જીતુ ભગવાનસિંહ રાજપુત, ઉ.વ.૩૨ રહે. રાજપુત કા વાસ, થલવાડ, તા. પો.સ્ટે. સાયલા, જી.જાલોર (રાજસ્થાન) ને તા.૦૭/૦૧/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. હરપાસિંહ અભેસિંહ અને અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા આ.હે.કો. મહાવિરસિંહ નીરુભા તથા ડ્રા.આ.પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
