પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન : રજીસ્ટ્રેશન કરાવી લાભ લેવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો કે જે સોનગઢ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોમાંથી ઈચ્છુક ઉમેદવારોને આનંદ સાથે જણાવવાનું કે સોનગઢ ખાતે નિષ્ણાંત અધિકારીશ્રી દ્વારા શારીરિક અને શૈક્ષિણક તૈયારી કરવા માટે નિઃશુલ્ક વર્ગો ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. જે કોઈ યુવાનોએ આ પોલીસ ભરતીમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હોય અને આ નિઃશુલ્ક તાલીમ વર્ગનો લાભ લેવાં માગતા હોય તેમણે નીચે જણાવેલ મોબાઈલ નંબર પર પોતાનું નામ/મોબાઈલ નંબર/ક્યાંથી આવો છો સરનામું/અરજી કર્યાની માહિતીની ઝેરોક્ષ કોપી આપી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લાગતા વળગતા ઉમેદવારો આ વિનામૂલ્ય સેવાનો વધુમાં વધુ યુવાઓને લાભ લેવાં વહેલાં તે પહેલાંના ધોરણે સંપર્ક કરવો અને અન્યોને પણ માહિતગાર કરવા વિનંતી સાથે અપીલ કરવામાં આવે છે.
સંપર્ક:-
1. શ્રી સુદામભાઈ સાટોટે (અધ્યક્ષ, ગંગા સમગ્ર તાપી પ્રાંત.)
મો.નં. 8000559597 9427126780
2. શ્રી સંજયભાઈ શાહ (ઉપાધ્યક્ષ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત.) મો. નં. 9426890349
3. શ્રી કિશોરભાઈ ચૌધરી કોર્પોરેટરશ્રી, સોનગઢ નગર પાલિકા
મો. નં. 7016335210
ઓફિસ :- પાર્થ ઝેરોક્સ, ધીરજ હોસ્પિટલ સામે સોનગઢ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
